પીએમ મોદીએ કહ્યું કે આજે જે આ મંદિરનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તેમાં ભગવાન સ્વામીનારાયણના વર્ષોની મહેનત અને આશીર્વાદ સામેલ છે. સ્વામીજી આજે જ્યાં પણ હશે ત્યાં તેમનો આત્મા પ્રસન્નતા અનુભવતો હશે.
પીએમ મોદીએ કહ્યું કે આ મંદિર સમગ્ર વિશ્વ માટે વૈશ્વિક સૌહાર્દ અને એકતાનું પ્રતિક બનશે. UAEના મંત્રી નાહયાન દ્વારા કહેવામાં આવેલી વાતો આપણા સપનાઓને મજબૂત બનાવવાનું વર્ણન છે. આ મંદિરના નિર્માણમાં UAE સરકાર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પૂરતી પ્રશંસા કરી શકાય તેમ નથી. પરંતુ આ ભવ્ય મંદિરના સ્વપ્નને સાકાર કરવામાં જો કોઈનો સૌથી મોટો ટેકો હોય તો તે મારા ભાઈ પ્રમુખ નહયનનો છે.