યમનના હુથી બળવાખોરોએ સંયુક્ત આરબ અમીરાત (UAE) પર મોટો હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ અબુ ધાબી પોલીસને ટાંકીને આ માહિતી આપી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ત્રણેય ઓઈલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. આ પછી અબુ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગવાની માહિતી મળી છે. પરંતુ તેના કારણે એરપોર્ટને વધુ નુકસાન થયું નથી. આગ નજીવી હતી. આ ઈરાન સમર્થિત બળવાખોરોએ પોતે હુમલાની કબૂલાત કરી છે. આ હુમલામાં બે ભારતીય સહિત કુલ 3ના મૃત્યુ નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે