વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં ભારતીય સમુદાયને સંબોધન કરી ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે ‘જીવન કાર્ડ’નો ઉલ્લેખ કરી તેનો ફાયદો પણ જણાવ્યો હતો. તેમણે સંબોધનમાં ખાસ ડિજિટલ ઈન્ડિયા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, આજે વિશ્વભરમાં ડિજિટલ ઈન્ડિયા (Digital India)ની ધૂમ જોવા મળી રહી છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે દિવસના પ્રવાસે અબુધાબી પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તમે બધા ભારતમાં આવેલી ડિજિટલ ક્રાંતિને જાણો છો. વિશ્વભરમાં ડિજિટલ ઈન્ડિયાની પ્રશંસા થઈ રહી છે. યુએઈમાં વસતા તમામ લોકોને તેનો લાભ પહોંચે, તેવો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.’