ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબા દ્વારા આયોજીત સત્સંગમાં લાખો લોકો એકઠા થયા હતા, જે દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં ૧૨૦થી વધુ લોકો માર્યા ગયા હતા, આ સમગ્ર કાંડની તપાસ કરી રહેલી એસઆઇટીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ભોલે બાબાનો કોઇ ઉલ્લેખ જ નથી. જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે એસઆઇટીના રિપોર્ટના આધારે સ્થાનિક એસડીએમ, એક સર્કલ ઓફિસર અને ચાર અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.