અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર છાપરામાં રહેતી અઢી વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અજાણ્યો ઈસમ બાળકીને લાલચ આપીને ઉઠાવી ગયો હતો અને ગુનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરવા તપાસ આદરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના બોપલ-આંબલી રોડ પર એક મજૂર પરિવાર છાપરુ બાંધી રહે છે. જેમની અઢી વર્ષની બાળકી 3 દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. જે બાદ તેમણે ભારે શોધખોળ બાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે પણ તપાસ આદરી હતી અને આસપાસના CCTV ફૂટેજ પણ ચેક કર્યા હતા. આ દરમિયાન આજે (સોમવારે) વહેલી સવારે 5 વાગ્યે બાળકીને તેના ઘર નજીક રડતી છોડીને આરોપી ફરાર થઈ ગયો હતો.
બાળકી મળી આવ્યા બાદ પોલીસે તેની મેડિકલ તપાસ કરાવતા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે, ત્યારે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરીને ગુનેગારને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.