Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતને એક જ દિવસમાં બે જીત મળી છે. મહિલા T20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ હવે ભારતીય મેન્સ ટીમે બાંગ્લાદેશને T20 સિરીઝની પહેલી મેચમાં 7 વિકેટથી હરાવ્યું છે. ગ્વાલિયરમાં રમાયેલા આ મુકાબલામાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે છેલ્લે છગ્ગો લગાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. પંડ્યાએ 16 બોલનો સામનો કરતા અણનમ 39 રન બનાવ્યા. આ પહેલા સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું. અર્શદીપે 3 વિકેટ ઝડપી. ભારતે આ જીતની સાથે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ