દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને પૂર્વ પીડબ્લ્યૂડી મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે (ACB) રૂ. 2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ મામલે આ બંને નેતાઓ વિરૂદ્ધ વધુ એક એફઆઈઆર નોંધી છે. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ થઈ રહી હોવાનું એસીબી ચીફ મધુર વર્માએ જણાવ્યું હતું.