અમેરિકાના કેન્ટુકીમાં તાલીમ દરમિયાન બે બ્લેક હોક હેલિકોપ્ટર અથડાયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં તેમાં સવાર 9 લોકોના મોતની આશંકા છે. સ્થાનિક ગવર્નર એન્ડી બેશિયરે આ બાબતે માહિતી આપતા જણાવ્યુ કે, આ ફોર્ટ કેંપબૈલથી આ દુખદ સમાચાર છે. યુએસ સૈન્ય બ્લેક હોક હેલિકોપ્ટર કેન્ટુકી-ટેનેસી બોર્ડર પરના બેઝ પર ડાઉનટાઉન નેશવિલથી 60 માઇલ ઉત્તર-પશ્ચિમમાં અથડાયા છે.