રાજ્યમાં શનિવારે 246 તાલુકામાં વરસાદ નોંધાયા હતો. જેમાં જૂનાગઢ તાલુકા અને શહેરમાં 10 ઇંચ ખાબક્યો હતો. જૂનાગઢના ભવનાથમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જૂનાગઢ અને તેની આસપાસનાં સાંબેલાધાર વરસાદના વીડિયો ઘણાં જ વાયરલ થયા હતા. શનિવારે ક્યાંક પ્રાણીઓ તણાયા હતા તો ક્યાંક ગાડીઓ તણાઇ હતી. જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોકે, આજે પૂર બાદના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.