મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતોની ટોળા દ્વારા કરાયેલી હત્યાની ઘટના હજુ ચર્ચામાં છે ત્યાંજ સોમવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બે સાધુઓની તીક્ષ્ણ હથિયાર દ્વારા હત્યા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બુલંદશહેરના પગોના ગામમાં આવેલ શિવ મંદિર પર છેલ્લા 10 વર્ષોથી સાધુ જગનદાસ અને સેવાદાસ રહેતા હતા. બન્ને સાધુઓ મંદિરમાં રહીને પૂજા કરતા. સોમવારે મોડીરાત્રે મંદિર પરિસરમાં જ બન્ને સાધુઓને ધારદાર હથિયારના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મંગળવારે સવારે જ્યારે ગ્રામજનો મંદિર પહોંચ્યા, ત્યારે તેમણે લોહીના ખાબોચિયામાં સાધુઓના મૃતદેહો પડેલા જોયા હતા. જે બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સાધુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આ અંગે બુલંદશહર SSP સંતોષકુમાર સિંહે જણાવ્યું કે, બે દિવસ પહેલા ગામમાં રહેતા નશાખોર યુવક મુરારીને સાધુઓએ ઠપકો આપ્યો હતો. આથી તેણે જ સાધુઓની હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસે મુરારીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 17 એપ્રિલે મહારાષ્ટ્રના પાલઘરમાં પણ બે સાધુઓ અને એક ટ્રક ડ્રાઈવરની 200 લોકોની બેકાબૂ ભીડે ઢોરમાર મારીને હત્યા કરી હતી.