ટૂંકાગાળામાં કોપરના ભાવ ઘટવાનું જોખમ: લાંબાગાળે ૭૦૦૦ ડોલરની સંભાવના
શાંઘાઈ કોપર પ્રીમીયમ ઓક્ટોબર ૨૦૧૭ની બોટમ ટચ કર્યા પછી હવે ઘટતા અટક્યા
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ચીન-અમેરિકાની ટ્રેડ વોર વૈશ્વિક અર્થવ્યવસ્થાઓના વિકાસને નબળો પાડશે, એવા ભય વચ્ચે ભારત, ચીન, યુરો-ઝોનની ઇકોનોમીને પણ નિશ્ચિતપણે ઠંડી પાડી દેશે, એ જોતા ટૂંકાગાળા માટે કોપરના ભાવ ઘટવાનું જોખમ વધી ગયું છે. આ બધા દેશના નિરાશાવાદી વિકાસના આંકડા નવા વર્ષમાં પણ ચિંતાનો વિષય બની રહેશે એ સાથે જ નબળાઈ વધુ તીવ્ર બનવાની શક્યતા પણ એટલીજ છે. આવા નબળા વિકાસ અનુમાનો છતાં લાંબાગાળાના ફન્ડામેન્ટલ કહે છે કે કોપરના ભાવ ૬૫૦૦થી ૭૦૦૦ ડોલરની ઉંચાઈએ જઈ શકે છે. માંગની તુલનાએ સપ્લાય ઘટી રહી છે, બીજી તરફ નવા ખાણ પ્રોજેકટોમાં મૂડીરોકાણ આકર્ષવા ઉત્પાદકોને ઊંચા કોપર ભાવની આવશ્યકતા છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સંચાલકોને ચીન સરકાર દ્વારા મોકલવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, બે દેશ વચ્ચે વેપાર સમસ્યાને હળવી કરવા “મેડ ઇન ચાઈના ૨૦૨૫” જેવા હાઈ ટેક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કાર્યક્રમોને ધીમો પાડવાના સંકેત આપ્યા છે. ટ્રેડ વોરના કેન્દ્ર બિંદુમાં રહેલો અમેરિકન સોયાબીન વેપાર, જે છેલ્લા છ મહિનાથી અટકી પડ્યો હતો, તેને હળવો કરવા ચીનની કેટલીક કંપનીઓએ તેમની મહત્તમ આવશ્યક ખરીદીનાં ઓર્ડરો અમેરિકામાં મૂકી દીધા છે, એ સાથે જ ચીને હાઈટેક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કાર્યક્રમો જેનાથી વોશિંગ્ટન નારાજ હતું તેને પણ ધીમા પાડ્યા છે. એએનઝેડ બેંક એક નોંધમાં લખે છે કે આ ઘટના ટ્રેડ વોર વાતાઘાટોને હકારાત્મક સ્તરે લઇ જવાના સંકેત આપે છે, હવે કોમોડીટી બજાર પર હકારાત્મક સેન્ટીમેન્ટ સર્જાવાની શક્યતા પણ વધી છે.
ચીન જે વિશ્વનો સૌથી મોટો મેટલ વપરાશકાર દેશ છે, તેના ઔધ્યોગિક ડેટા અપેક્ષા કરતા સાવ નબળા આવતા કોપર વાયદો સતત ત્રીજા સપ્તાહમાં ઘટ્યો હતો. ચીનના સત્તાવાર નવેમ્બર ઔદ્યોગિક ડેટા સૂચવે છે કે તે છેલ્લા ત્રણ વર્ષના સૌથી નબળા છે. ચીનના નવેમ્બર ઓટોમોબાઈલ વેચાણમાં વર્ષાનું વર્ષ છેલ્લા સાત વર્ષમાં સૌથી મોટું ૧૪ ટકાનું ગાબડું પડ્યું હતું. યુરો-ઝોન વેપાર વિસ્તરણ, છેલ્લા ચાર વર્ષમાં સૌથી ધીમું હતું. ફ્રાન્સની વેપાર પ્રવૃત્તિ પણ અણધારી રીતે ધીમી પડી હતી.
એલએમઈમાં રજીસ્ટ્રેશન થયેલા ગોદામોમાં કોપરના સ્ટોક ૧૨૫૦ ટન વધીને ૧૨૧,૨૨૫ ટન થવા છતાં તે ૧૦ વર્ષના તળિયે હતો. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જમાં પણ ગત સપ્તાહે સ્ટોક વધુ ઘટીને ૩ લાખ ટન કરતા નીચે જતો રહ્યો હતો. બાંધકામ અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં મહત્તમ ઉપયોગમાં લેવાતા તાંબાની માંગ, જાગતિક ઈકોનોમી વિકાસ ધીમો પડવાથી, આ વર્ષે અત્યાર સુધીમાં એલએમઈ કોપર વાયદો, ચાર વર્ષની જુન ઊંચાઈએથી ૧૬ ટકા અને શાંઘાઈ ૧૭ ટકા ઘટ્યો હતો.
કોમર્ઝબેંક એક નોંધમાં કહે છે કે નબળો વૈશ્વિક વિકાસ અને મજબુત ડોલર, આ બે કારણો છે કોપર ભાવને નીચે જવા માટેના, મજબુત ડોલર અન્ય કરન્સીમાં બોલાતા મેટલના ભાવને વધુ મોંઘા બનાવી દેતા હોવાથી માંગ નબળી પડે છે. શુક્રવારે એલએમઈ કોપર વાયદો ઘટીને ૬૦૯૮.૭૫ ડોલર બોલાયો હતો. એલએમઈ હાજરવાયદા અને દુર ડીલીવરી વાયદા વચ્ચે ઊંધાબદલા સંકળાઈ જવાને