સુરેન્દ્રનગરનાં ગાંધી સિવિલ હૉસ્પિટલ વોર્ડમાંથી બે કેદીઓ ફરાર થઇ ગયા છે. હૉસ્પિટલમાં કેદીઓની ગણતરી કરતા આ વાત સામે આવી છે. હાલ હૉસ્પિટલ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. હાલ પોલીસે નાસી ગયેલા કેદીઓને શોધવાની કવાયત હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સિવિલ હૉસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી બે કેદીઓ ભાગી ગયાના સમાચાર સામે આવ્યાં છે. આજે સવારે પોલીસ અધિકારીઓએ હૉસ્પિટલમાં જ્યારે સારવાર લઇ રહેલા કેદીઓની ગણતરી કરી રહ્યાં હતાં ત્યારે આ વાતની જાણ થઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે, સિવિલ હૉસ્પિટલનાં બીજા માળેથી ચાદર વડે ઉતરીને બે કેદીઓ છૂમંતર થઈ ગયા હતા.