કેરળના સાગરકાંઠાના અલાપ્પુઝા જિલ્લામાં ફરીથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો જેના પગલે સમગ્ર જિલ્લામાં સન્નાટો વ્યાપી ગયો હતો. રવિવારે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઇ)ના એક કાર્યકરને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો જયારે થોડાં જ કલાકો બાદ ભાજપના એક કાર્યકરની હત્યા કરી નાંખવામાં આવી હતી.
જેના કારણે પોલીસે સમગ્ર અલાપ્પુઝા જિલ્લામાં પ્રતિબંધિત આદેશ ફરમાવી દીધો હતો. એસડીપીઆઇના કાર્યકરની હત્યા બાદ ભાજપના કાર્યકરની હત્યા થતાં આ જિલ્લામાં ફક્ત 12 કલાક જેવા અત્યંત ટૂંકા સમયમાં બે રાજકીય કાર્યકરોની હત્યા નોંધાતા રાજ્ય સરકાર પણ ચોંકી ગઇ હતી