અબડાસાના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા બે શાર્પ શૂટરોને ગુજરાત પોલીસની ટીમે પકડી લીધા બાદ ભચાઉ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા જેમાં ભચાઉ કોર્ટે બન્ને શખ્સોના 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા, તો બીજી તરફ શાર્પ શૂટરો પકડાયા બાદ ભાનુશાળીની હત્યા કરવા માટે છબીલ પટેલે તેમને રૂપિયા 30 લાખની સોપારી આપી હોવાની વાત બહાર આવતાં છબીલ પટેલના પુત્ર સિધાર્થે અંજાર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જયંતિ ભાનુશાળીના ભત્રીજાએ આ હત્યા કરનાર છ લોકો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી શંકા દર્શાવી હતી જેમાં છબીલ પટેલના પુત્રનું નામ પણ હતું. ઉલ્લેખનીય છે કે, આગામી 21મી ફેબ્રુઆરીના રોજ અંજાર કોર્ટમાં આગોતરા જામીનના કેસની સુનાવણી થશે.