જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવાનો શહીદ થતા કુલ મૃત્યુઆંક છ થયો છે. આતંકીઓએ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની ઉત્તરે પ્રવાસી સ્થળ ગુલમર્ગમાં જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી ભારતીય સૈન્યે હેલિકોપ્ટર અને ડ્રોન મારફત આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.