ભારતમાં આકસ્મિક કહો કે કોઈ કોન્સપીરન્સી કહો, છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિમાનોમાં ટેક્નિકલ ખામીઓની વણજાર થઈ રહી છે. સ્પાઈસજેટનો આ ઘટનાક્રમ અટક્યો તો બાદમાં ઈન્ડિગો, એર એશિયા અને એર ઈન્ડિયા સાથે આ પ્રકારની ઘટનાઓ બની અને હવે આજે મળતી પ્રમાણે ગોએરના વિમાનોમાં પણ ટેક્નિકલ ખામીઓ સર્જાતા એકાએક લેન્ડિંગ કરવાની ફરજ પડી છે.
રિપોર્ટ અનુસાર ફ્લાઇટ VT-WGA G8-386એ મુંબઈથી લેહ માટે ઉડાન ભરી હતી. GoAir A320 એરક્રાફ્ટના બીજા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તેને દિલ્હી તરફ ડાયવર્ટ કરવું પડ્યું હતું. ગોએરની અન્ય એક ફ્લાઇટ VT-WG G8-6202, જેણે શ્રીનગરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, તેને એન્જિન ઓવરલોડને કારણે દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવવું પડ્યું હતું. DGCAએ આ જાણકારી આપી છે.