ગુજરાતમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. આ વાયરસની સૌથી વધુ અસરમાં અમદાવાદમાં છે. અત્યાર સુધી શહેરમાં બે હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 86 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર કોટ વિસ્તારમાં થઈ છે તેને ધ્યાનમાં લેતા અત્યાર સુધી છ વિસ્તાર અને ત્રણ બ્રિજને બંધ કરવામાં આવ્યા છે.
નહેરુ બ્રિજ પછી, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામા આવ્યા છે. આ અંગેની માહિતી અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનરે આપી છે. તેમણે જણાવ્યુ કે, બ્રિજ બંધ કરવાનો નિર્ણય પ્રાયોગિક ધોરણે લેવામાં આવ્યો છે. જ્યાં સુધી કોરોના કાબૂમાં નહી આવે ત્યાં સુધી આ બ્રિજ બંધ રહેશે. પણ કોઈને ઇમરજન્સી હોય કે તો તેની પૂછપરછ કરી તેને જવા દેવામાં આવશે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ, જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ ચાલુ છે. અચાનક લેવાયેલા નિર્ણયના કારણે લોકોમાં મુશ્કેલી પેદા થઈ છે.