સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના વધુ બે કોર્પોરેટરો આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. ગત શુક્રવારે ભાજપમાં જોડાયા હતા. આજે બે વધુ જોડાતા. આમદની પાર્ટીના કોર્પોરેટરોની સંખ્યા ઘટીને 15 થઈ ગઈ છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આદમી પાર્ટીની 27 બેઠક આવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં બિન સત્તાવાર રીતે જોડાયા હતા. ગત શુક્રવારે વધુ 6 કોર્પોરેટરો આપ છોડીને ભાજપમાં આવી જતા 10 કોર્પોરેટરો ભાજપમાં આવી ગયા છે. ત્યારબાદ આજે કોનું ગેડીયા અને અલ્પેશ પટેલ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. તેઓએ કહ્યું હતું કે ભાજપની વિચારધારા અને જોઈને તેઓ ભાજપમાં જોડાયા છે જ્યારે બીજી તરફ આમદની પાર્ટી એ કોર્પોરેટરો પૈસા લઈને ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કર્યો છે.