-
ચાવડા-સાબરિયા-ભાજપ અને કોંગ્રેસ, પણ મતદારોનું શું…?
કોંગ્રેસના બે ધારાસભ્યોએ એક જ દિવસમાં વિધાનસભાના સભ્યપદેથી રાજીનામા આપી દીધા છે. જૂનાગઢની માણાવદર બેઠકના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જવાહર ચાવડાએ સવારે અને ધ્રાગંધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ સાંજે રાજીનામા આપીને પોતાના જ પક્ષને અને નેતાઓની સાથે પોતાના એ મતદારોને પણ આંચકો આપ્યો કે જેમણે તેમને વિધાનસભામાં માનભેર બેસાડ્યા. બન્ને ભાજપમાં જાડાઇ ગયા છે. તેમની દલીલ છે કે જો સત્તામાં હોઇએ તો મતવિસ્તારની વધુ સારી સેવા થાય છે. તેથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે તો ભાજપમાં જોડાઇ જઇએ. તેમની દલીલને જોઇએ તો જો સત્તામાં જ હોઇએ અને મત વિસ્તારના કામો વધુ સારા થતા હોય તો સત્તામાં હોવા છતાં ભાજપના ધારાસભ્યો કેમ હારી ગયા 2017ની ચૂંટણીમાં અને વર્ષોથી લગભગ 22 વર્ષથી સત્તામાં ન હોવા છતાં કેમ જીતી ગયા કોંગ્રેસના 77 ધારાસભ્યો.?
ઉંઝાના સિનિયર ધારાસભ્ય નારણભાઇ લલ્લુભાઇ પટેલ સત્તા પક્ષમાં છે. પોતે મંત્રીપદે પણ રહી ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપ 1995થી સતત સત્તામાં છે, શંકરસિંહ વાઘેલાના એક વર્ષના શાસનને બાદ કરતા. નારણભાઇએ પોતાના ઉંઝા મતવિસ્તારની સત્તામાં રહીને વર્ષોથી સેવા કરવાં કાંઇ બાકી રાખ્યું નહીં હોય. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નવા સવા ઉમેદવાર આશાબેન પટેલે નારણભાઇને એ મતવિસ્તારમાંથી હરાવ્યાં કે જે મત વિસ્તારની સત્તામાં રહીને નારણભાઇએ સેવા કરી. સત્તામાં હોઇએ તો મત વિસ્તારની સેવા થઇ શકે જો એ જ એક માત્ર પરિબળ હોય તો જેમની સરકાર હોય તેમને તમામ 182 બેઠકો મળવી જોઇએ. મળવી જોઇએ કે નહીં...? મળવી જોઇએ કે નહીં...? તો પછી જે રાજ્યમાં ભાજપ સત્તામાં નથી તે રાજ્યમાં ભાજપના ઉમેદવારો કઇ રીતે જત્તા હશે અને જીત્યા પછી રાજીનામુ આપીને સત્તા પક્ષમાં ભળી જતા હશે..?
મને સત્તા જોઇએ છે..મારે મંત્રી બનવુ છે એમ સીધેસીધુ કહેવાને બદલે મત વિસ્તાર અને મતદારોનો વિકાસ એ મુદ્દો આગળ ધરીને વાહિયાત દલીલો કરીને મતદારોની સાથે દગો કરવામાં આવે છે એમ જો કોઇ કહે તો તેમાં જરાયે ખોટુ નહીં ગણાય. ચાવડા-સાબરિયા અને બાવળિયા વગેરે. ભલે કોઇપણ પક્ષમાં જોડાય. એ તેમનો અધિકાર છે. પણ મતદારો અને મતવિસ્તારના વિકાસના કામો માટે અમે પક્ષ છોડીને સત્તાપક્ષમાં જોડાઇ રહ્યાં છીએ દલીલ ગળે ઉતરે તેમ નથી. ભાજપનું સંખ્યાબળ વધશે. કોંગ્રેસનું નૈતિકબળ ઘટશે. પણ જે મતદારોએ તેમને પોતાનો કિંમતી અને પવિત્ર વોટ આપીને વિધાનસભામાં બેસવાની તક આપી તેમને મતદારોને પૂછવાની જરા પણ તસ્દી રાજીનામા આપનારાઓએ લીધી નહીં હોય. એક એવી પરંપરા ગુજરાતના રાજકારણમાં પેસી ગઇ કે ઓછી બેઠકો મળી...? કોઇ બાત નહીં. લઇ આવો વિરોધપક્ષના લોભિયા અને લાલચુ ધારાસભ્યોને...કેમ કે નામુમકિન અબ મુમકિન હૈ..!!