જમ્મુ કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે અને પૈકીનો એક ભાજપના નેતાની હત્યાનો આરોપી હતો.
પોલીસે કહ્યુ હતુ કે, મરનાર આબિદ લશ્કર એ તોયબાનો જિલ્લા કમાન્ડર હતો.જ્યારે અન્ય એક આતંકી આઝાદ 8 જુલાઈએ ભાજપના નેતા શેખ વસીમ બારી, તેમના ભાઈ ઊમર સુલતાન તેમજ બશીર અહેમદ શેખની હત્યામાં સામેલ હતો.મરનારા આતંકીઓ પાસે મોટા પાયે દારુગોળો પણ મળી આવ્યો છે.