જમ્મુ કશ્મીરના શોપિયાં વિસ્તારમાં સિક્યોરિટી દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં બીજા આતંકવાદી છૂપાયા હોય તો તેમની તલાશી ચાલુ હતી.
સિક્યોરિટી પ્રવક્તાએ જણાવ્યા મુજબ શોપિયાંના કુટપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળતાં 34 રાજસ્થાન રાયફલ્સ અને કેન્દ્રીય અનામત પોલીસ દળની ટૂકડીઓ ત્યાં ધસી ગઇ હતી અને આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપી હતી. એના જવાબમાં સામેથી ગોળીબાર શરૂ થયા હતા. સિક્યોરિટી દળોએ વળતા ગોળીબાર કર્યા હતા જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા.