તેલંગાણાના કોમરમભીમ આસિફાબાદ જિલ્લાના કાગજનગર મંડળના કદંબા જંગલમાં પોલીસની સાથે કાલે રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં બે માઓવાદીઓના મોત થયા છે. માર્યા ગયેલા માઓવાદીઓમાં વર્ગિસ અને એક અન્ય મહિલા માઓવાદી હોવાના અહેવાલ છે, જ્યારે બે અન્યની પણ માર્યા જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ખૂબ જ ઘાઢ જંગલ છે અને અહીં વાઘનો મોટી સંખ્યામાં વસવાટ છે. પોલીસે ઘટનાસ્થળેથી એકે-47 જપ્ત કરી લીધો છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદી પાર્ટી પ્રદેશ કમિટી સભ્ય મૈલરપુ આડેલ્લુ ઉર્ફે ભાસ્કર બચવામાં સફળ રહ્યો છે. પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.