જમ્મુ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર પુલવામા અને બડગામમાં થયા હતા. માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હતા, જેમાં એક ટોચના કમાંડર ઝાહીદ વાનીનો પણ સમાવેશ થાય છે. જે 2017થી આતંકી તરીકે સક્રિય હતો અને અનેક આતંકી હુમલા કરી ચુક્યો છે.
સૈન્ય દ્વારા જાન્યુઆરી મહિનામાં જ 11 જેટલા એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. જેમાં 21 આતંકીઓ માર્યા ગયા છે. જે 21 આતંકીઓ માર્યા ગયા તેમાં આઠ પાકિસ્તાનીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે 21માંથી 13 આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.