ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જશાધાર વનવિભાગ રેન્જમાંથી અને તુલસીશ્યામની રેન્જમાંથી સિંહના બે મૃતદેહ મળી આવતા વન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. મૃત સિંહો પર કબજો મેળવીને એનીમલ કેર સેન્ટર ખાતે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમની મદદથી સિંહોના મોતનું યોગ્ય કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ રેવન્યૂ વિસ્તારમાં ધસી આવતા હોય તેવી ઘટનાઓ સતત વધી રહી છે. જેના કારણે તેમના મોતના કિસ્સાઓ વધી રહ્યા છે.