દેશમાં એક જ દિવસમાં કોરોનાના બે લાખ કેસ નોંધાયા હતા. સતત નવમા દિવસે કોરોનાના કેસ એક લાખ કરતાં વધુ નોંધાયા હતા. વધતા કેસની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીકએન્ડ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. સંક્રમણના મુદ્દે મુંબઈને પાછળ મૂકીને દિલ્હી સૌથી આગળ રહ્યું હતું.
આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં કુલ ૨,૦૦,૭૩૯ કેસ નોંધાયા હતા. તે સાથે જ દેશમાં કુલ કોરોનાના કેસ ૧.૪૦ કરોડને પાર પહોંચ્યા હતા. વધુ ૧૦૩૮ દર્દીઓનાં મોત થયા હતા. એ સાથે કુલ મૃત્યુઆંક ૧,૭૩,૧૨૩ થયો હતો. એક જ દિવસમાં ૧૦૩૮નાં મોત થયા હોય એવું ઓક્ટોબર-૨૦૨૦ પછી પ્રથમ વખત બન્યું હતું. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલાં આંકડાં પ્રમાણે નવ દિવસમાં ભારતમાં ૧૩,૮૮,૫૧૫ કેસ નોંધાયા હતા.