શ્રીનગરના અલી કદરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. એમાં બે જવાનોને ઈજા પહોંચી હતી. હુમલો કરીને નાસી ગયેલા આતંકવાદીઓને પકડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં ત્રીજો આતંકી હુમલો થયો હતો. શ્રીનગરના અલી કદરમાં સુરક્ષાદળોને નિશાન બનાવીને વધુ એક આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટૂકડી પર ગ્રેનેડ એટેક કર્યો હતો. ગ્રેનેડ ફાટતા બે સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા પામેલા સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.