દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. જો કે એક જવાન કોઈ રીતે આતંકીઓનીના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો પરંતુ બીજા જવાનનો ગોળીઓથી વીંધી નાખેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.