જમ્મુ-કાશ્મીરના ડાચીગામ નજીક મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહેલો આતંકવાદી ઈસ્માઈલ અલ્વી એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. ૨૦૧૯માં પુલવામામાં સીઆરપીએફના જવાનો પર જે હુમલો થયો હતો, એનું ષડયંત્ર ઘડવામાં ઈસ્માઈલ અલ્વીની સંડોવણી હતી. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી વિજય કુમારે કહ્યું હતું કે બાતમીના આધારે દક્ષિણ કાશ્મીરના ડાચીગામ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની જાણકારી મળી હતી. એ પછી સુરક્ષાદળોના જવાનોએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકવાદી ઈસ્માઈલ અલ્વી ઠાર થઈ ગયો હતો.
૨૦૧૯માં સીઆરપીએફના જવાનો ઉપર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને એમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. એ હુમલાનું ષડયંત્ર મોહમ્મદ ઈસ્માઈલ અલ્વી ઉર્ફે લંબુ ભાઈ ઉર્ફે અદનાન મસૂદ અઝહરે આદિલ ડાર સાથે મળીને ઘડયું હતું. એ મોટો હુમલાનો માસ્ટરમાઈન્ડ આખરે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.