અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સૈન્ય હોસ્પિટલની બહાર સીરિયલ વિસ્ફોટ થયા હતા, જેમાં જે બાદ ગોળીબાર પણ થયો હતો. આ હુમલામાં 19 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘવાયા છે. ઘટનાને નિહાળનારા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે હોસ્પિટલની પાસે જ આ હુમલો થયો હતો. ઘાયલોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જોકે હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠને નથી લીધી. બીજી તરફ આ હુમલા માટે આતંકી સંગઠન આઇએસ-કે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આઇએસના એક આતંકીએ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. જ્યારે અન્ય હુમલાખોરો ઇમારતમાં ઘુસી ગયા હતા. પ્રવેશ દ્વાર પર બે મોટા વિસ્ફોટ થયા હતા. જે બાદ હોસ્પિટલની અંદર ગોળીબાર પણ થયો હતો.