સંયુક્ત રાષ્ટ્ર તરફથી શાંતિ સેનાનીઓને અપાતા પ્રતિષ્ઠિત શૌર્ય ચંદ્રકોમાં ભારતના બે શાંતિ સૈનિકોને પણ મરણોપરાંત ચંદ્રક એનાયત કરવામાં આવશે. પોતાની ફરજનિષ્ઠા માટે તેમને આ સન્માન આપવામાં આવશે. કુલ ૧૧૭ સેના, પોલીસ અને નાગરિકોનું સન્માન થવાનું છે. તે પૈકી ભારતના બે જવાનને પણ આ સન્માન અપાશે. રાઈફલમેન બ્રિજેશ થાપા સંયુક્ત રાષ્ટ્રના 'ઓર્ગેનાઈઝેશન સ્ટેબીલાઈઝેશન મિશન' હેઠળ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફરજ બજાવતા હતા. જ્યારે પ્રિવાતે રવિકુમાર સંયુક્ત રાષ્ટ્રના લેબેનોનમાં મુકાયેલા દળમાં મુકાયેલા હતા. તેમને ડેગ હેમર્સક ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે.