લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા જાહેર થયેલા ઉમેદવારો મતદારોને રિઝવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે, તો જુદા જુદા પક્ષોએ અન્ય પક્ષો અને નેતાઓને પોતાના પક્ષમાં જોડાવાની કવાયતો પણ તેજ બનાવી દીધી છે. ત્યારે આજે એક જ દિવસમાં ત્રણ મોટા નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસમાં બે પક્ષોનો વિલય થતાં અને ત્રણ દિગ્ગજ ચહેરાઓ જોડાયા બાદ પાર્ટીને મોટી રાહત મળી છે.