અમદાવાદ NID પાસેના રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટસ ક્લબનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દીવાલ ધરાશાયી થતાં બે મહિલા શ્રમિકોના મોત નીપજ્યા હતા તેમજ અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના પગલે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે. દીવાલ ધરાશાયી થવાને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.