શિયા મુસ્લિમ બહુમતવાળા દેશ ઇરાનમાં બે મોટા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે તેમાં ૧૦૫ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે ૨૧૧થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇરાનના હીરો ગણાતા પૂર્વ સૈન્ય વડા કાસીમ સુલેમાનીની કબર પાસે હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. તે સમયે જ બે ધમાકેદાર વિસ્ફોટ થયા હતા. એક રિપોર્ટ અનુસાર વિસ્ફોટ માટે સુલેમાનીની કબર પાસે અને રસ્તામાં ઘાતક વિસ્ફોટકો બિછાવવામાં આવ્યા હતા. જેને બાદમાં આતંકીઓએ રિમોટથી બ્લાટ કર્યા હતા. ઇરાનના ઇતિહાસમાં ૧૯૭૯ પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે.