કોરોના વાયરસનો આતંક સમગ્ર દેશભરમાં ફેલાઈ રહ્યો છે. બોલિવૂડ સ્ટાર્સના ઘર પણ આ મહામારીથી બચી નથી શક્યા. તાજેતરમાં જ બોલિવૂડના પ્રોડ્યૂસર કરણ જોહરના ઘરમાં બે લોકો કોરોના વાયરસનો શિકાર થઈ ગયા છે. કરણ જોહરે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. કરણ જોહરે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે તેના ઘરે કામ કરતા બે લોકો કોરોના સંક્રમણની લપેટમાં આવી ગયા છે. ત્યારબાદ તેમને બિલ્ડિંગના જ એક ભાગમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
કરણ જોહરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "હું તમને લોકોને જણાવવા માંગુ છું કે અમારા ઘરમાં કામ કરનારા બે કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તે લોકોમાં જેવા કોરોનાના લક્ષણો જોવા મળ્યા કે તરત જ તેમને અમારી બિલ્ડિંગના એક વિભાગમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ અંગે અમે તાત્કાલિક ધોરણે બીએમસીને જાણ કરી હતી. જ્યારબાદ નિયમો અનુસાર, બિલ્ડિંગમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતા. મારા પરિવારના બાકીના તમામ લોકો અને અન્ય કર્મચારીઓ સુરક્ષિત છે અને તેમનામાં કોઈ જ લક્ષણ જોવા મળ્યા નથી."