અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં ભેખડ ધસી પડવાને કારણે ચારથી વધુ લોકો દટાયા હતા. ચાંદખેડા વિસ્તારમાં ચંદન હાઇટ્સ ઈમારતની બાંધકામ સાઇટ પર શુક્રવારે સવારે એકાએક ભેખડ ધસી પડી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ત્યાં પહોંચી હતી અને 3 લોકોને બહાર કઢાયા છે. જેમાંથી બેની હાલત ગંભીર છે અને એક વ્યક્તિની શોધખોળ કરી હતી. બનાવમાં બે મજૂરના મોત થયા છે.