વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યો. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોની પરેશાનીમાં વધારો કરી મૂક્યો છે. ત્યારે તારીખ 23 અને 24 ડિસેમ્બરના દિવસે ફરી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે.