કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં હિમ વર્ષા બાદ હવે ઉત્તર દિશા તરફથી ઠંડો પવન ફૂંકાવવા લાગતાં ગુજરાતભરમાં શીત લહેર વ્યાપી છે. નલિયા (Naliya coldest) 4.2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં સિઝનમાં પ્રથમવાર 11.2 ડિગ્રીએ પારો નોંધાયો હતો. આ સાથે અંબાજીમાં પણ સવારે બરફ જામ્યા બાદ ઠંડી વધી છે. અંબાજીમાં રવિવારે સવારે 3 ડિગ્રી, સાંજે 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં હજુ બે દિવસ કાતિલ ઠંડી પડશે. ત્યાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવી છે.