ઉર્જા મંત્રી સૌરભ પટેલે જાણકારી આપી છે કે, કેન્દ્ર સરકારના ઊર્જા અને બિન પરંપરાગત ઊર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 11 અને 12 ઑકટોબર-2019 દરમિયાન સરદાર સરોવર ડેમ, કેવડીયા ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ઊર્જા કોન્ફરન્સ યોજાશે. તેમણે કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય કોન્ફરન્સને કેન્દ્રના ઊર્જા મંત્રી આર. કે. સિંઘ દ્વારા ખુલ્લી મુકાશે.