કુનો નેશનલ પાર્ક દ્વારા માહિતી શેર કરવામાં આવી હતી કે માદા ચિત્તા જ્વાલાએ જે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો, તેમાંથી વધુ બે બચ્ચા મૃત્યુ પામ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. પહેલા બચ્ચાનું મૃત્યુ 23 મે થયું હતું. એટલે કે આ રીતે જ્વાલાએ જન્મેલા ચારમાંથી ત્રણ બચ્ચા બે દિવસમાં મૃત્યુ પામ્યા છે