અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સંજયનગરમાંથી ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી અને 200 તેમજ 500 રૂપિયાની 436 નકલી નોટો, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઘરમાં જ નકલી નોટો છાપી બજારમાં ફેરવતાં હતા.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શીલજ રોડ તરફ બાઇક પર બે શખ્સ નકલી નોટો લઈ પસાર થવાના છે જે બાતમીના આધારે વોચ ગોઠવી ઉદય રમેશભાઈ પ્રજાપતિ અને મીત મહેશભાઈ પ્રજાપતિ (બંને રહે. સંજયનગર, ભાઈકાકાનગર, થલતેજ)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 200 અને 500ની કેટલીક નકલી નોટો મળી આવી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા ઘરે જ નકલી નોટ બનાવતા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે ઘરમા તપાસ કરતા 436 જેટલી 200 અને 500ની નકલી નોટો, પ્રિન્ટર, કાતર અને કાગળ મળી આવ્યા હતા. ઉપરાંત અલગ અલગ બ્રાન્ડની 10 જેટલી દારૂની બોટલ પણ ઘરમાંથી મળી આવી હતી. 2.09 લાખની નકલી ચલણી નોટો મળતા ક્રાઈમ બ્રાન્ચે બંને સામે ગુનો નોંધ્યો છે.