ગુજરાતમાં ચાલતા દારૂ, જુગાર અને ડ્રગ્સ સહિતના ગેરકાયદેસર નેટવર્કની વિગતો મેળવીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવે છે. પરંતુ, સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા ભરૂચમાં જ્યારે જ્યારે જ્યારે બાતમીને આધારે દરોડા પાડવામાં આવતા હતા. ત્યારે બુટલેગરો લોકેશન છોડીને નાસી જતા હતા અને મોટાભાગની રેડ નિષ્ફળ રહી હતી. જેથી શંકા જતા મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયે આ મામલે ભરૂચ એસપીને જાણ કરી તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી બાબત ધ્યાનમાં આવી હતી.