ઓરી (Measles)એક ચેપી રોગ છે, જે પેરામિક્સોવિરિડે નામના વિષાણુથી ફેલાય છે. રસીકરણ અને અન્ય અસરકારક પગલાંની મદદથી ભારતમાં ઓરીના બનાવોમાં છેલ્લા એક-બે દાયકામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જો કે કેટલાક કેસ સમયાંતરે નોંધાતા રહે છે. ત્યારે મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ઓરીના કેસમાં વધારો થયો છે. મૈહર જિલ્લામાં ઓરીના કારણે બે બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય 17 લોકો સંક્રમિત થયાના અહેવાલ છે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ આ વધતા ચેપને લઈને દરેકને સતર્ક રહેવાની સલાહ આપી છે.