દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 22 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ CAGનો રિપોર્ટ રજૂ કર્યો છે. આજે CAGના 14માંથી બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં લિકર પોલિસી અને શીશમહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે.
વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો
આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવા મુદ્દે વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ. વિધાનસભામાં ભારે હંગામા બાદ વિપક્ષના ધારાસભ્યોએ વૉકઆઉટ કર્યુ છે. શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ થશે કે કેમ તે અંગે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો. શિક્ષણ મંત્રીએ યોગ્ય જવાબ ન આપ્યાના આક્ષેપ સાથે ગૃહમાં હંગામો થયો. ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ વેલમાં ધસી આવ્યા હતા. ઋષિકેશ પટેલે તમામ 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી. અધ્યક્ષે તમામ 4 સભ્યોને બહાર કાઢવાની સૂચના આપી.