મ્યુનિસિપાલિટીની ચૂંટણી પૂર્ણ થયાના અઢી મહિના પછી દિલ્હીને મેયર મળ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવી દીધા છે. આ ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી આમ આદમી પાર્ટીએ આ પરિણામને દિલ્હીવાસીઓનો વિજય ગણાવ્યો છે. આપએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુંડાઓની હાર થઇ છે. આપના મેયર પદના ઉમેદવારનો ૩૪ મતોથી વિજય થયો છે.