અફઘાનિસ્તાનમાં હવાઇ દળના બે હેલિકોપ્ટર્સ ટકરાઇ પડતાં પંદર વ્યક્તિનાં મોત નીપજ્યાં હોવાનું પ્રથમદર્શી અહેવાલમાં જણાવાયું હતું.
અફઘાન મિડિયાના અહેવાલ મુજબ એક હેલિકોપ્ટર કમાન્ડોને પાછાં લાવી રહ્યું હતું અને બીજું ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ તરફ લઇ જઇ રહ્યું હતું. જો કે હાલ અફઘાન સંરક્ષણ ખાતાએ કોઇ અભિપ્રાય ઉચ્ચાર્યો નહોતો. આ અકસ્માત સાઉથ હેલમંદના નવા જિલ્લામાં થયો હતો. અકસ્માત શી રીતે થયો એની વિગતો હજુ જાણવા મળી નહોતી.
અન્ય એક સૂત્રે આપેલા અહેવાલ મુજબ પંદર નહીં પણ આઠ માણસો માર્યા ગયા હતા. પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા ઉમર ઝવાકે આ અકસ્માતના સમાચારને સમર્થન આપ્યું હતું. એથી વધુ કંઇ કહેવાનો ઝવાકે ઇનકાર કર્યો હતો.