રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજીની ધોળા દિવસે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી, એટલુ જ નહીં તાલિબાની સ્ટાઇલે હત્યા કરનારાઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જાહેર કરીને ધાકધમકી પણ આપી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજસ્થાન અને દેશના અન્ય શહેરોમાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે. હિંસા ન ભડકે તેને ધ્યાનમાં રાખીને ઉદયપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે સાથે જ ૬૦૦ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં આતંકવાદી કૃત્ય હોવાની શંકાના આધારે એનઆઈએની ટીમ તપાસ માટે ઉદયપુર પહોંચી ગઈ છે.