સુરતના પરવત પાટીયા નજીકથી 108 એમ્બ્યુલન્સના બે પાયલોટ બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં. જેથી તેમને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્ને પાયલોટે ફિનાઈલ પીધાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજેશ એમ ગામીત ( ઉ.વ 30 ) , મહેશ ચૌહાણ ( ઉ.વ 28) અને દુર્ગેશ પરમારને અમદાવાદ બોલાવવામાં આવ્યાં હતાં. ત્રણેય પાયલોટને ટ્રાન્સફર યોગ્ય જગ્યાએ આપવાનું કહી બોલાવાયાં હતાં. તેમની પુછપરછ પછી દુર્ગેશે જવાબ લખી આપ્યો હતો. જ્યારે રાજેશ અને મહેશે જવાબ ન આપતાં બન્નેને ટર્મીનેટ કરી દેવાયા હતાં. આજે ત્રણેય સુરત આવતાં દુર્ગેશને નોકરી પર ચડવી દેવાયો હતો. જ્યારે મહેશ અને રાજેશને નોકરી આવવાનું ન કહેવાતા બન્નેએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.