ઈલોન મસ્ક માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના નવા માલિક બની ગયા છે. હવે તેઓ ટ્વિટરમાં અનેક નવા પરિવર્તનો લાવી રહ્યા છે. આવા સમયમાં કંપનીએ જાહેર કરેલા તેના માસિક રિપોર્ટમાં જણાવ્યું છે કે તેણે ભારતમાં ૫૨,૧૪૧ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એકાઉન્ટ્સ ૨૬મી ઑગસ્ટથી ૨૫મી સપ્ટેમ્બર વચ્ચે બંધ કરાયા હતા. આ એકાઉન્ટ્સ બાળ જાતીય શોષણ, સંમતિ વિના નગ્નતા, સંબંધિત સામગ્રીને પ્રોત્સાહન આપવાને પગલે બંધ કરાયા હતા.