ટ્વિટરના નવા બોસ ઈલોન મસ્ક કંપની પર કબજો જમાવ્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ શ્રેણીમાં ઈલોન મસ્કે શુક્રવારથી વૈશ્વિક સ્તરે કંપનીમાંથી એક જ ઝાટકે ૫૦ ટકા કર્મચારીઓની છટણી શરૂ કરી હતી. આ અંગે વિવાદ વધતાં શનિવારે મસ્કે છટણીના નિર્ણયનો બચાવ કર્યો હતો. મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, છટણીનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ કંપનીને દરરોજ ૪ મિલિયન (અંદાજે રૂ. ૩૨,૭૭,૯૫,૮૦૦)થી વધુનું નુકસાન થઈ રહ્યું છે. તેથી છટણી કર્યા સિવાય છૂટકો નથી.