પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નું ટ્વિટર એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા PFI પર 5 વર્ષના પ્રતિબંધ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારત સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ PFIનું ટ્વિટર એકાઉન્ટ બેન કરી દીધુ છે.
ક્ન્દ્ર સરકારે PFI પર 28 સપ્ટેમ્બરના રોજ પ્રતિબંધ મૂકી દીધો હતો. PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ અનેક રાજ્યોએ કરી હતી. તાજેતરમાં જ NIA અને તમામ રાજ્યોની પો લીસ અને એજન્સીઓએ PFIના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા અને સેંકડો લોકોની ધરપકડ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. PFI ઉપરાંત 8 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.